Genesis 41:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ આવનાર સાત સારાં વર્ષો દરમ્યાન અનાજનો સંગ્રહ કરે. એ કામ તેઓ તમારી સત્તા હેઠળ કરે અને ખોરાકને માટે બધાં શહેરોમાં અનાજનો સંગ્રહ કરી સાચવી રાખે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ.