Genesis 41:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફ મિસરના રાજા ફારુનની સમક્ષ દેશનો અધિપતિ થયો, ત્યારે તે ત્રીસ વર્ષનો હતો. તેણે આખા મિસર દેશમાં ફરીને માહિતી મેળવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો.