Genesis 41:48 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસર દેશમાં એ સાત વર્ષ દરમિયાન ઉપજેલું સઘળું અનાજ તેણે એકઠું કર્યું. તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભેગું કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તના પ્રદેશમાં સમૃદ્ધિના એ સાત વર્ષ દરમિયાન થયેલું બધું અનાજ એકઠું કરીને યોસેફે શહેરોમાં તેનો સંગ્રહ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું બધું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર મિસર દેશમાં એ સાત વર્ષ દરમ્યાન જે અનાજનું ઉત્પાદન થયું તે તેણે એકઠું કર્યુ. ને તે અનાજ દરેક નગરમાં આજુબાજુના ખેતરોમાં ભરી રાખ્યું.