Genesis 41:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે સમુદ્રની રેતી જેટલાં અનાજનો સંગ્રહ કર્યો. એટલું બધું અનાજ એકત્ર થયું કે તેનો તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રત્યેક શહેરની આસપાસનાં ખેતરોમાંથી તેણે અનાજ એકઠું કરીને તે જ શહેરમાં ભરી રાખ્યું. તેણે સમુદ્રની રેતીના જેટલું અઢળક અનાજ સંઘર્યું, એટલે સુધી કે તેણે તેનો હિસાબ રાખવાનું પણ મૂકી દીધું. કારણ, તેનો હિસાબ રાખી શકાય તેમ હતું જ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્‍ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમ કે તે બેસુમાર હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફે સમુદ્રની રેતી જેટલું ખૂબ ખૂબ અનાજ ભેગુ કર્યુ. તે એટલે સુધી કે, તેનો હિસાબ રાખવાનું પણ છોડી દેવું પડયું. કારણ કે તે બેશુમાંર હતું.