Genesis 41:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકોએ ફારુનની આગળ અનાજને માટે કાલાવાલા કર્યા. ફારુને સર્વ મિસરીઓને કહ્યું, "યૂસફની પાસે જાઓ અને તે તમને જે કહે તે કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખો ઇજિપ્ત દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકોએ ફેરોની આગળ અનાજ માટે આજીજી કરી. ફેરોએ સર્વ ઇજિપ્તીઓને કહ્યું, “યોસેફ પાસે જાઓ, અને તે કહે તે પ્રમાણે કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને તે તમને કહે તે કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જયારે મિસરમાં પણ લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા, ત્યારે તેમણે અનાજ માંટે ફારુનની આગળ કાલાવાલા કર્યા; એટલે ફારુને સર્વ મિસરવાસીઓને કહ્યું, “યૂસફ પાસે જાઓ; અને એ તમને જે કહે તે પ્રમાંણે કરો.”