Genesis 42:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફે તેમની ગૂણોમાં અનાજ ભરી આપવાનો, દરેક માણસનાં નાણાં તેની ગૂણમાં પાછાં મૂકવાનો અને મુસાફરી માટે તેમને ખોરાક આપવાનો હુકમ કર્યો. એ બધું તેમને માટે કરવામાં આવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓની ગુણોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની, તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યૂસફે આ આપી. અને તેઓને માટે એ પ્રમાણે કરવામાં આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યૂસફે તેઓની ગુણોમાં અનાજ ભરવાની દરેકના પૈસા તેના થેલામાં પાછા મૂકવાની તથા તેમને મુસાફરી માંટે ભાતું આપવાની આજ્ઞા કરી; અને તેઓને તે પ્રમાંણે કરી આપવામાં આવ્યું.