Genesis 42:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગૂણ ખોલી તો ગૂણના મોંમાં પોતાનાં નાણાં જોયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવાને પોતાની ગૂણ છોડી, ત્યારે તેણે પોતાનું નાણું જોયું; કેમ કે, જુઓ, તે તો તેની ગુણના મુખમાં હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એક ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવા માંટે પોતાની ગુણ છોડી, ત્યારે થેલાના મોં આગળ જ તેણે પોતાના પૈસા જોયા.