Genesis 42:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, "તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફને તેમને વિશે આવેલાં સ્વપ્નો યાદ આવ્યાં. તેણે કહ્યું, “તમે જાસૂસ છો, અને અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં તે તેને સાંભરી આવ્યાં, ને તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છો. દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું. અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”