Genesis 43:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલે તેઓને કહ્યું, "હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની પેદાશો ખજૂર, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓના પિતા ઇઝરાયલે તેઓને કહ્યું, “ત્યારે એમ હોય તો આમ કરો:આ દેશનાં કંઈ ઉત્તમ ફળ તમારાં વાસણમાં લેતા જાઓ, ને તે માણસને માટે ભેટ લઈ જાઓ એટલે થોડો ગૂગળ, થોડું મધ, થોડ તેજાના તથા બોળ તથા પિસ્તાં તથા બદામ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તાં તથા બદામ;