Genesis 43:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, "આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફે તેમની સાથે બિન્યામીનને જોયો ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ જા, અને એક પ્રાણી કાપીને ભોજન તૈયાર કર, કારણ, બપોરે આ માણસો મારી સાથે જમશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘર લઈ જા, ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.”