Genesis 43:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા, ને ભૂમિ સુધી નમીને તેઓએ દંડવત પ્રણામ કર્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.