Genesis 43:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કહ્યું, "તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે." ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે જવાબ આપ્યો, “તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓ તેની આગળ ધૂંટણિયે પડીને નમ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ ઉત્તર આપ્યો, “તમારો દાસ અમારો પિતા કુશળ છે, તે હજુ જીવે છે.” અને તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓએ ઉત્તર આપ્યો, “હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.