Genesis 43:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
5છી યોસેફ ત્યાંથી ઉતાવળે જતો રહ્યો, કારણ, તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડી પડવામાં હતો. તેથી તે પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે ઉતાવળ કરી; કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું; અને તેણે રડવાનું ઠેકાણું શોધ્યું; અને પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો.