Genesis 43:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, "અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “મારી સાથે છોકરાને મોકલો. અને અમે ચાલી નીકળીએ કે, અમે અને તમે અને આપણાં છોકરાં જીવતાં રહીએ ને મરી જઈએ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ.