Genesis 44:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારભારીએ કહ્યું, "હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “તો તમે કહો છો તેમ થાઓ. પણ તમારામાંના જેની પાસેથી પ્યાલો મળશે, તે અમારો ગુલામ થશે; બાકીના નિરપરાધી ઠરશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે મળે તે મારો દાસ થાય; અને બાકીના નિરપરાધી ઠરશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાંભળીને કારભારીએ કહ્યું, “તમાંરી વાત બરાબર છે; જેની પાસેથી એ નીકળે તે માંરો ગુલામ થાય; અને બાકીના નિર્દોષ પુરવાર થશે.”