Genesis 44:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, 'જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વાત એમ છે કે હું મારા પિતાજી આગળ આ છોકરાને માટે જામીન થયો છું. મેં તેમને કહ્યું છે કે જો હું તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા આખા જીવનભર તમારી સમક્ષ તેનો દોષ મારે શિર રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તમારો દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો, અને મેં તેમને કહ્યું હતું, ‘જો હું તેને તમારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વાત એવી છે કે, હું માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’