Genesis 44:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે શી રીતે જાઉં? રખેને જે દુ:ખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે એ છોકરો જો આપણી સાથે ના હોય, તો આપણાથી પિતા પાસે જવાય શી રીતે? માંરા પિતાનું શું થશે એનો મને બહુ જ ડર લાગે છે.”