Genesis 44:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે જાણો છો કે અમારી ગૂણોના મોંમાંથી મળી આવેલું નાણું અમે કનાન દેશથી તમારી પાસે પાછું લાવ્યા હતા. તો પછી તમારા માલિકના ઘરમાંથી અમે રૂપું કે સોનું શા માટે ચોરીએ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, જે નાણું અમને અમારી ગૂણોનાં મુખમાંથી મળી આવ્યું, તે કનાન દેશથી અમે તમારી પાસે પાછું લાવ્યા; તો તમારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જરા જુઓ તો ખરા, જે પૈસા અમને અમાંરી ગૂણોના મોઢા આગળથી મળ્યા તે અમે છેક કનાન દેશથી તેમને આપવા પાછા લાવ્યા; પછી તારા ધણીના ઘરમાંથી સોનાચાંદીની ચીજો ચોરીએ એવું બને ખરું?