Genesis 45:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે, તમારાં છોકરાં, તમારાં છોકરાંના છોકરાં, તમારાં ઘેટાંબકરાં, તમારાં ઢોરઢાંક અને તમારા સૌ કોઈ અહીં ગોશેન પ્રાંતમાં મારી નજીક રહેજો, જેથી હું તમારા ભરણપોષણની બધી જોગવાઈ કરી શકું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે ગોશેન દેશમાં રહેશો. તમે ને તમારાં છોકરાં ને તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારાં છોકરાંનાં છોકરાં તથા તમારાં મેઢાં તથા તમારાં ઢોર તથા તમારું સર્વસ્વ મારી નજદીક રહેશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે “ગોશેન” પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ.