Genesis 45:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુ:ખી થશો નહિ, કે પોતાને દોષિત ઠરાવશો નહિ. એ તો ઈશ્વરે જ મને બધા લોકના જીવ બચાવવા તમારી પહેલાં અહીં મોકલ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારાં મનમાં બળાપો ન કરો; કેમ કે જાન બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.