Genesis 45:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હવે મારા પિતાજી પાસે જલદી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે: ‘ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે, તમે હવે વિના વિલંબે મારી પાસે આવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે ઉતાવળથી મારા પિતાની પાસે જાઓ, ને તેમને કહો કે, ‘તમારો દીકરો યૂસફ એમ કહે છે, ઈશ્વરે મને આખાઅ મિસરનો ઘણી કર્યો છે, મારી પાસે આવો, વિલંબ ન કરો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે: ‘દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો.