Genesis 47:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, "મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યોસેફે ફેરો પાસે જઈને તેને પૂછયું, “મારા પિતા અને મારા ભાઈઓ પોતાનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક તથા તેમની સઘળી સંપત્તિ લઈને કનાન દેશથી આવ્યા છે અને અત્યારે તેઓ ગોશેન પ્રદેશમાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે આવીને ફારુનને ખબર આપીને કહ્યું, “મારા પિતા તથા મારા ભાઈઓ, તેઓનાં બકરાં ને તેઓનાં ઢોર ને જે સર્વ તેઓનું છે તે સહિત કનાન દેશથી આવ્યા છે; અને જુઓ, તેઓ ગોશેન દેશમાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યૂસફે ફારુન પાસે જઇને કહ્યું, “માંરા પિતા, માંરા ભાઈઓ અને તેમનાં બધાં જ કુટુંબો પોતાનાં ઢોરઢાંખર, ઘેટાં-બકરાં તથા ઘરવખરી લઈને કનાનથી આવી ગયા છે; અને હાલમાં તેઓ ગોશેન પ્રાંતમાં છે.”