Genesis 47:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યૂસફે કહ્યું, "જો તમારાં નાણાં પતી ગયાં હોય, તો તમારાં જાનવરો આપો અને તમારાં જાનવરોના બદલે હું તમને અનાજ આપીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે યોસેફે જવાબ આપ્યો, “પૈસા ખલાસ થઈ ગયા હોય તો તમારાં ઢોર આપો, હું તમને ઢોરના બદલામાં અનાજ આપીશ.” એટલે તેઓ પોતાનાં ઢોર લઈને યોસેફ પાસે આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે કહ્યું, “તમારાં ઢોર આપો; અને જો નાણું થઈ રહ્યું હોય તો, તમારાં ઢોરને બદલે હું તમને [અનાજ] આપીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.”