Genesis 47:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યૂસફે મિસરીઓની સર્વ જમીન ફારુનને સારુ વેચાતી લીધી. દરેક મિસરીએ પોતાની જમીન ફારુનને વેચી દીધી હતી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. આ રીતે તે દેશની જમીન ફારુનની થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે મિસરીઓની બધી જમીન ફારુનને માટે વેચાતી લીધી; કેમ કે મિસરીઓએ દરેકે પોતાની જમીન વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. એ માટે તે દેશની જમીન ફારુનના હાથમાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.