Genesis 47:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માત્ર યજ્ઞકારોની જમીન તેણે ખરીદી નહિ. કારણ, યજ્ઞકારોને તો ફેરો તરફથી નિયત હિસ્સો મળતો હતો અને ફેરોએ આપેલા હિસ્સા પર તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. તેથી તેમણે જમીન વેચવી પડી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફકત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ; કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો, ને તેઓનો જે ભાગ ફારુને તેઓએ આપ્યો હતો તે તેઓ ખાયા કરતા હતા; તે માટે તેઓએ પોતાની જમીન વેચી દીધી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ.