Genesis 47:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલ બોલ્યો, "મારી આગળ પ્રતિજ્ઞા લે," યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યાકોબે કહ્યું, “તું સોગંદ ખા” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા. પછી ઇઝરાયલે પથારીના પાયાના મથાળા પર નમીને સ્તુતિ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે બોલ્યો, “મારી આગળ સમ ખા.” અને યૂસફે તેની આગળ સમ ખાધા. અને ઇઝરાયલ પથારીના ઓસીકા પર નમ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો.