Genesis 48:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, "જો, તારો પિતા બીમાર પડ્યો છે." તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમય જતાં યૂસફને કોઈકે, સમાંચાર આપ્યા કે, તારા પિતાજી માંદા પડયા છે. તેથી તરત જ તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.