Genesis 48:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે ઇઝરાયલની આંખો ઘડપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું. અને યૂસફ તેઓને તેની પાસે લાવ્યો; અને યાકૂબે તેઓને ચૂમ્યા, ને તેઓને ગળે વળગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો.