Genesis 48:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યોસેફે પોતાના બન્‍ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફે તે બન્‍નેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથનિ સામે, ને પોતાને ડાબે હાથ મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે, ને એમ તેઓને તેની પાસે લાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો.