Genesis 48:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે જાણીજોઈને પોતાના હાથ એમ મૂક્યા; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો;