Genesis 48:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, "હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેનો પિતા એમ કરવાની ના પાડીને બોલ્યો, “હું જાણું છું, મારા દિકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે, ને તે પણ મોટો થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે, ને તેનાં સંતાન અતિ બહોળી દેશજાતિ થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”
Recommended Reading