Genesis 49:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પોતાના ગધેડાને દ્રાક્ષવેલા સાથે બાંધે છે; પોતાની ગધેડીના વછેરાને ઉત્તમ દ્રાક્ષવેલા સાથે બાંધે છે. તે પોતાનાં વસ્ત્ર દ્રાક્ષાસવમાં ધૂએ છે અને પોતાનો પોશાક દ્રાક્ષના રસરૂપી રક્તમાં ધૂએ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે. વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.