Genesis 49:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને તે આરામસ્થળ પ્રિય લાગ્યું, અને તે પ્રદેશ રમણીય લાગ્યો. તેથી તેણે બોજો ઉંચકવા માટે ખાંધ નમાવી અને વેઠ કરનાર દાસ બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે એક આરામસ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ [જોઈ] તો તે ખુશકારક હતી. અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેઠ કરનારો દાસ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું. તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો. તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી, અને વેઠ કરનારો ગુલામ બન્યો.