Genesis 49:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની વિપુલતાની આશિષો કરતાં તારા પિતાની આશિષો વિશેષ મહાન છે. એ બધી આશિષો યોસેફના શિર પર, હા, જે પોતાના ભાઈઓથી જુદો કરાયેલો તેના મુગટ પર ઊતરો!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પિતાના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતાં અતિ મોટા થયા છે, અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે; અને તેઓ યૂસફના શિર પર, તથા જે તેના ભાઈઓથી જુદો કરાયેલો, તેના મસ્તક પર રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે, સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે; તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.