Genesis 49:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ; કારણ, તેં તારા પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો, અને એમ તારા પિતાની પથારીને કલંક લગાડયું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહિ; કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો, ને તેને ભ્રષ્ટ કરી; મારા બિછાનઅ પર તે ચઢયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.