Genesis 49:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે. તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે. ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ અને તેમની સંગતમાં ભળીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા જીવ, તેઓની સભામાં ન જા; મારા ગૌરવ, તેઓની મંડળીમાં સામેલ ન થા. કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું, ને ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખી [તેને લંગડો કર્યો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ. એમના ગુપ્ત મેળાપોમાં સામેલ નહિ થાઉં, કારણ કે તેઓ ક્રોધને વશ થઈને માંણસોનો વધ કરે છે, અને માંત્ર મજાક કરવા પ્રાણીઓને ઇજા પહોંચાડે છે.