Genesis 50:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, "મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે." તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ કહેવાય છે, જે યર્દન પાર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દેશના કનાની રહેવાસીઓએ આટાદની ખળીમાં તે વિલાપ જોયો, ત્યારે તેઓ બોલ્યા, “આ તો મિસરીઓનો મોટો વિલાપ છે.” એ માટે તેનું નામ આબેલ-મિસરાઇમ કહેવાય છે, ને તે યર્દનને પેલે પાર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે.