Genesis 50:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાના પિતાને દફનાવ્યા પછી યોસેફ પોતાના ભાઈઓ અને તેની સાથે જેઓ તેના પિતાને દફનાવવા ગયેલા તે સૌને લઈને ઇજિપ્તમાં પાછો આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યૂસફ તથા તેના ભાઈઓ, ને જેઓ તેના પિતાને દાટવા તેની સાથે ગયા હતા, તેઓ સર્વ તેના પિતાને દાટીને મિસરમાં પાછા આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પોતાના પિતાને દફનાવ્યા પછી યૂસફે પોતાના ભાઈઓ અને જે કોઈ તેની સાથે તેના પિતાને દફનાવવા ગયા હતા તે સર્વને લઈને મિસર પાછા ફરવા માંટે પ્રયાણ કર્યુ.