Genesis 6:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાંભળ, આકાશ નીચેના સર્વ સજીવો કે જેઓમાં જીવનનો શ્વાસ છે તે બધાનો સંપૂર્ણ નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવવાનો છું. તેનાથી પૃથ્વી પરનાં સર્વ જીવ મરણ પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળપ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું તને જે કહી રહ્યો છું તે તું સમજ. હું આકાશ નીચેનાં બધાં જ પ્રાણીઓનો અને જીવોનો નાશ કરવા માંટે પૃથ્વી પર જળપ્રલય લાવનાર છું. આકાશની નીચેના તમાંમ જીવોનો હું નાશ કરીશ. પૃથ્વી પરનાં બધાં જ જીવો મરી જશે.