Genesis 7:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયાં; અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતાં એકલાં તેઓ બચ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા.