Genesis 7:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની સાથે આકાશનાં પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, સર્વ જાતનાં પક્ષીઓની નરમાદાની સાત સાત જોડ લે. એ રીતે પૃથ્વી પર બધા સજીવોનો વંશવેલો ચાલુ રહેશે અને તેઓ પૃથ્વી પર ફરી વૃદ્ધિ પામશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આકાશનાં પક્ષીઓમાંનાં સાત સાત નરમાદા, આખી પૃથ્વી પર બીજ રાખવા માટે લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે.