Genesis 9:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળપ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહિ અને ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, જળપ્રલયના પાણીથી સર્વ‍પ્રાણીનો નાશ ફરી નહિ થશે. અને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહિ થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તમને વચન આપું છું કે, હવે પછી કદાપિ બધા જીવોનો જળપ્રલયથી નાશ નહિ થાય અને હવે પછી કદાપિ જળપ્રલય આવીને પૃથ્વીનો નાશ નહિ કરે.”