Genesis 9:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે કહ્યું, "મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઈશ્વરે કહ્યું, “તમારી સાથે તથા સર્વ સજીવ પ્રાણીઓ સાથે હું આ જે સાર્વકાલિક કરાર કરું છું તેનું આ ચિહ્ન છે: હું વાદળમાં મારું મેઘધનુષ્ય મૂકું છું. પૃથ્વી સાથે મેં કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરે કહ્યું, “મારી ને તમારી વચ્ચે, તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દરપેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે.