Genesis 9:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે.