Genesis 9:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી શેમ તથા યાફેથે એક વસ્ત્ર લીધું, તેને તેમના બન્ને ખભા પર નાખ્યું અને તેઓએ પાછા પગલે ચાલીને તેમના પિતાના શરીરને ઓઢાડ્યું. તેઓનાં મુખ બીજી તરફ ફેરવેલાં હતાં તેથી તેઓને પિતાની નિર્વસ્ત્ર અવસ્થા દેખાઈ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ શેમ અને યાફેથે ચાદર લીધી અને તેને પોતાના ખભા પર નાખીને પાછલે પગે તંબુમાં ગયા અને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. તેમણે પોતાનાં મોં બીજી બાજુ ફેરવેલાં રાખ્યાં હતાં અને પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શેમ તથા યાફેથે એક લૂંગડું પોતાના બન્‍ને ખભે લઈને ને પાછે પગે જઈને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. અને તેઓનાં મોં ફેરવેલાં હતાં, ને તેઓએ પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારપછી શેમ અને યાફેથે એક ચાદર લઈ ખભા પરથી પીઠ પાછળ પકડી પાછે પગે ચાલતા તંબુમાં જઈ વસ્રહીન પિતાને ઓઢાડી દીધી. તેમને વસ્રહીન ન જોવા પડે એટલા માંટે મોં ફેરવીને ગયા હતા.