Habakkuk 1:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ સર્વ હિંસા માટે આવે છે, તેઓના લોકો અરણ્યના પવન જેવા છે; તેઓ રેતીના કણ જેટલા બંદીવાનો એકઠા કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં સૈન્ય મારફાડ કરતાં આગળ ધપે છે અને તેમને આગળ ધપતાં જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે. તેમના કેદીઓની સંખ્યા રેતીના કણ જેટલી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે. તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે. અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એમની સમગ્ર સૈના હિંસા માટે આવે છે. તેમના ચહેરા આતુરતાથી આગળ ધપવાની રાહ જુએ છે; અને તેઓ રેતીના કણ જેટલા અસંખ્ય બંદીવાનો એકઠા કરે છે.