Habakkuk 2:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દુષ્ટના હાથમાંથી બચાવને સારુ, પોતાનો માળો ઊંચે બાંધવાને સારુ અન્યાયના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે તેને અફસોસ!'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હાનિના પંજામાંથી ઊગરવાને માટે, પોતાનો માળો ઊંચો બાંધવાને માટે, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એવા માણસોનું ભાવિ સારું નથી, જેઓ લૂંટના દ્રવ્યથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની જેમ એમને સંકટોથી સુરક્ષિત રાખવા મથે છે.