Habakkuk 3:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તમારા લોકોના ઉદ્ધારને માટે, વળી તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે સવારી કરો છો. તમે દુષ્ટના ઘરમાંથી શિરને કાપી નાખો છો અને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખો છો. સેલાહ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા લોકોના ઉદ્ધારને માટે, તમારા અભિષિક્તના ઉદ્ધારને માટે તમે સવારી કરો છો. દુષ્ટના ઘરમાંથી તમે શિરને કાપી નાખો છો, ને ગરદન સુધી તેના પાયા ઊઘાડા કરી નાખો છો. (સેલાહ)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તમારા લોકોના ઉધ્ધારને માટે, વળી તમારા અભિષિકતના ઉધ્ધારને માટે પણ બહાર ગયા. તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.