Haggai 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે?' 'કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ, પરિણામે થોડું જ મળ્યું, અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા, ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું, એનું કારણ શું?” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા પૂછે છે. “કારણ તો એ છે કે, તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો, ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે ઘણાની આશા રાખતા હતા, પણ જુઓ તો ખરા, મળ્યું થોડું; અને જ્યારે તમે ઘેર લઇ આવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શાથી? કારણ, મારું મંદિર ખંઢેર હાલતમાં પડ્યું છે ત્યારે તમે સૌ પોતપોતાના ઘરની ચિંતામાં પડ્યા છો.