Hebrews 10:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કંઈકઅંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું [દુ:ખ] સહન કરનારઓની સાથે ભાગીદાર થઈને, તમે દુ:ખોનો મોટો હુમલો સહન કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા.